pm svanidhi yojana online apply 2021 | પી.એમ. સ્વનિધી સહાય યોજના | government schemes 2021
PM SVANidhi Yojan ૨૦૨૧ : રસ્તા પર રેકડી અને લારી લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા અનેક લોકોને સરકારની લોન સ્કીમ, આ યોજનાનું નામ પીએમ સ્વનિધિ યોજના છે. લોકડાઉનના કારણે જે લોકોને સૌથી મોટી આર્થિક મુશ્કેલીઓ પડી રહી હોય તો તે આ રસ્તા પર ઠેલો અને લારી લગાવનાર વ્યક્તિઓ છે. pm savnidhi yojana ની મદદથી રેકડી અને લારી તથા નાની દુકાન ચલવનારને સસ્તા દરે લોન મળે છે.. સરકારે સ્ટ્રીટ વેન્ડરોની મદદ કરવા માટે આ સ્કીમ માટે 5000 કરોડ રૂપિયાની રાશિ રાખી છે. શહેરી ફેરીયાની તમામ માહિતી તમને અમારી આ વેબસાઇટ www.Gyangujarat.in પરથી મળશે.
લારી-ગલ્લાવાળાઓને સરકાર દ્વારા પી.એમ. સ્વનિધી સહાય લોન
વાસ્તવમાં કોવિડ-૧૯ની સમસ્યાના લીધે મોટા ઉદ્યોગથી લઇને કાયમી મજૂરી કરનારાઓ પ્રભાવિત થયા છે. ઉદ્યોગ તથા ધંધા ફરીથી પ્રારંભ થઇ ગયા છે. પણ મોટા ભાગે એવા વ્યક્તિઓ છે જે રેકડી તથા પાનના ગલ્લા લગાવીને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હતા. તેમનો વેપાર પ્રારંભ નથી થઇ શક્યો. લોકડાઉનના પ્રભાવને લીધે રેકડી તથા પાનના ગલ્લાવાળાઓને ફરીથી વેપારનો આરંભ કરવા માટે મોદી સરકારએ સ્વનિધિ યોજના હેઠળ પૈસા આપી રહી છે. પી.એમ. સ્વનિધિ યોજના પ્રારંભ થવાથી માર્ગ પર લારી લગાવીને પોતાનો વેપાર કરતા વ્યક્તિઓ વચ્ચે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
pm svanidhi yojana online apply 2021
કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે લોકોના વ્યવસાયને ખુબ નુકશાન થયું.
ભારત સરકારે એક વર્ષની મુદ્દતની રૂ. 10,000/- સુધીની બાયંધરીમુક્ત કાર્યકારી મૂડીગત લોનની સુવિધા આપવા પીએમ સ્વનિધિ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત આશરે 50 લાખ શેરી વિક્રેતાઓને લોન આપવાનો ઉદ્દેશ છે, જેથી તેઓ તેમનો વ્યવસાય ફરી શરૂ કરી શકે. તેમને લોનની ચુકવણી માટે પ્રોત્સાહન આપવા વ્યાજની સહાય (વર્ષદીઠ 7 ટકા) અને ડિજિટલ વ્યવહારો હાથ ધરવા માટે કેશ બેક (દર વર્ષે રૂ. 1,200/- સુધી) સ્વરૂપે પ્રોત્સાહન આપવામાં આવશે. 24 ટકા વાર્ષિક વ્યાજ પર 10000 રૂપિયાના લોન માટે વ્યાજ સબસીડી પ્રભાવી રૂપે કુલ વ્યાજના 30 ટકા જેટલી થાય છે.
એટલે શેરી વિક્રેતાઓને વ્યાજની ચુકવણી નહીં કરવી પડે. એટલું જ નહીં જો તેઓ સમયસર લોન ચુકવશે તથા લોન મેળવવા અને ચુકવણી માટે ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ કરે તો લોનની રકમ પર સબસિડી મેળવશે. આ યોજના વહેલા કે સમયસર પુનઃચુકવણી પર ફરી લોન મળવાની શક્યતા વધારે છે. ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (સિડબી) સાથે લોનની પ્રક્રિયા 02 જુલાઈ, 2020થી આઇટી પ્લેટફોર્મ “પીએમ સ્વનિધિ” દ્વારા શરૂ થઈ છે, જે યોજનાનું સંચાલન કરવા માટેની અમલીકરણ સંસ્થા છે
ત્યાર પછી એ વેપારીઓને સમર્થન આપવા માટે જૂન 2020ના રોજ pm svanidhi yojana શરુ કરવામાં આવી હતી. એનું લક્ષ્ય સસ્તા વ્યાજના દર પર સ્ટ્રીટ ફેરીવાળાને લોન ઉપલબ્ધ કરાવવી અને ફેરી વાળાને આત્મનિર્ભર બનાવવાનો અવસર પ્રદાન કરવું.
શું છે પીએમ સ્વનિધિ યોજના ?
જણાવી દઈએ કે pm svanidhi yojana યોજના હેઠળ 10 હજાર રૂપિયા સુધીનું કોલેટરલ ફ્રી લોન આપી શકાય છે. એનાથી સ્ટ્રીટ વેન્ડર્સ અમાઉન્ટને મૂડી તરીકે ઉપયોગ કરી શકાય છે અને આ 10 હજાર રૂપિયા એમના માટે ખુબ ફાયદાકારક હશે. એનાથી ફરી વેન્ડર્સને પોતાનો વ્યવસાય શરુ કરવામાં મદદ મળશે.
યોજનાનો લાભ કોણ લઈ શકે :
કોઈપણ વ્યક્તિ જે શાકભાજી, ફળો, ખાવા માટે તૈયાર સ્ટ્રીટ ફૂડ, ચા, ડમ્પલિંગ, બ્રેડ, ઇંડા, કાપડ, કારીગર ઉત્પાદનો, પુસ્તકો / સ્ટેશનરી. શેરી વિક્રેતાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓમાં બાર્બર શોપ, મોચી, પાન શોપ્સ, લોન્ડ્રી સેવાઓ વગેરેનો સમાવેશ થાય છે.
લોન માટેની શરતો શું છે ?
જો કોઈ લાભાર્થી નિયમિતપણે સમયસર લોનની ચૂકવણી કરે છે, તો તેને વાર્ષિક સાત ટકાના દરે વ્યાજ સબસિડી મળે છે. ઉપરાંત, જો કોઈ લાભાર્થી લોનની ચુકવણી માટે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેને વર્ષમાં 1200 રૂપિયાનું કેશબેક આપવામાં આવે છે. ઉપરાંત, સમયસર ચુકવણી પર લાભાર્થી ફરીથી લોન માટે અરજી કરી શકે છે. આમાંથી 19.6 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જ્યારે 14.6 લાખ લોકોને લોન આપવામાં આવી છે
- પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની એપ Donwlod કરવા અહી ક્લિક કરો : Click Here
- ઑનલાઇન અરજી કરવા : http://www.pmsvanidhi.mohua.gov.in/
દેશની સૌથી મોટી લોન આપવા વાળી બેંક State Bank of india પર પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લેવા માટે 9.9 ટકા વ્યાજ દર લેવામાં આવે છે. તે જ સમયે પંજાબ નેશનલ બેંક (PNB) નો વ્યાજ દર થોડો ઓછો છે એટલે કે 6.9 ટકા અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા 7.3 ટકા વ્યાજ દરે લોન આપે છે. બીજી બાજુ, પીએમ સ્વનિધિ યોજના હેઠળ યુકો બેંક પાસેથી લોન લેવા પર 8.5 ટકા વ્યાજ દર લેવામાં આવે છે. ઉપરાંત, ઇન્ડિયન ઓવરસીઝ બેંક 8.1 ટકાના વ્યાજ દરે લોન આપે છે.
1. લોનની રકમ
આ યોજના અંતર્ગત વિક્રેતાઓ રૂ. 10,000 તેમની કાર્યકારી મૂડી જરૂરિયાતોને
ભંડોળ આપવા માટે લોન તરીકે.
2. લોન ચુકવણીની મુદત
અરજદારોએ લોનની રકમ 1 વર્ષના સમયગાળામાં માસિક હપ્તામાં ચૂકવવાની રહેશે..
Read more at: https://www.fincash.com/l/gu/loan/pm-svanidhi-scheme
No comments:
Post a Comment